એક સવાર ઊગી, કવિ સાથે
એક અવિસ્મરણીય સવાર.... ‘મને પાનખરની બીક ન બતાવો’ એવી ખુમારી અને ‘કેસરિયાળો સાફો ઘરનું ફળીયું લઈને ચાલે’ એવી સંવેદના ધરાવતા કવિ એટલે શ્રી અનિલ જોશી. વર્ષ ૧૯૭૦માં ‘કદાચ’ નામનો અને ૧૯૮૧માં ‘બરફના પંખી’ એ નામનો કાવ્યસંગ્રહ આપનાર આ કવિને એમના ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ. બાદમાં ૧૯૮૮માં ‘પવનની વ્યાસપીઠે’ નામે પણ એક સરસ નિબંધ સંગ્રહ ભાવકો સુધી પંહોચ્યો છે. આ સિવાય એમના ‘બૉલપેન’, ‘દિવસને અંધારું છે’ વગેરે નિબંધ સંચયો પણ ગુજરાતી વાચકોએ માણ્યા છે. જેમનો સાહિત્ય વૈભવ વરસો સુધી માણીએ અને અચાનક ખબર પડે કે એ વ્યક્તિ મારા શહેરમાં છે પછી હૈયું હાથ કેમ રહે? ૨૫ ડિસમ્બરે નવજીવનની ભૂમિ પર જેમના આત્મા કથાનકનું વિમોચન થયું. કૌટુંબિક વ્યસ્તતાને કારણે એ કાર્યક્રમ ન માણી શકાયાનો અફસોસ હજુ શમ્યો ન હતો ત્યાં જ 28 ડિસેમ્બરની સવારે ખબર પડી કે કવિ-લેખક શ્રી અનિલ જોશી અમદાવાદમાં છે. એમની પાસેથી ફોન પર મંજૂરી મળ્યા પછી પંદરમી મિનિટે હું, ૮૨ વર્ષની વયે પણ વિચારોની તાજગી અને ઊર્મિશીલતાથી સમૃધ્ધ એવા શ્રી અનિલ જોશીની સામે બેઠો હતો. મળવાના નિમિત્તમાં ઉપર લખ્યા એ ગીતોની મનમાં ગું...