મળવા જેવા માણસ
મળવા જેવા માણસ : શ્રી ભગવાનજીભાઇ જેસલપૂરા ગુજરાતની મધ્યમાં આવેલાં વિરમગામ તાલુકાનું વડગાસ ગામ.ભારતના અનેક ગામડાં જેવું જ. જાતિ વૈવિધ્ય,થોડી દુકાનો, વરસાદ આધારિત ખેતી સામાન્ય અને ભોળા ગ્રામજનો, નાના પ્રશ્નો અને સમાધાનની પંચાયત વ્યવસ્થા બધું જ અન્ય ગામડાંઓ જેવું જ. વડગાસમાં ૧૯૫૩માં એક સામાન્ય પરિવારમાં જન્મ લઈ જીવનની અનેક ચડતી પડતી જોઈ ચુકેલા શ્રી ભગવાનજીભાઈએ સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ પ્રાથમિક શાળાઓમાં આચાર્યપદ શોભાવ્યું છે. જુની એસએસસીની પરિક્ષા પછી પિતાની છત્રછાયાની ગેરહાજરીમાં સીએન વિદ્યાલય, અમદાવાદમાં પીટીસીનો અભ્યાસક્રમ કરનાર શ્રી ભગવાનજીભાઇએ જીવણગઢ નામના નાનકડાં ગામની પ્રાથમિક શાળામાં કારકિર્દીના પ્રારંભે લગભગ પંદર વર્ષ સુધી આચાર્ય પદે કાર્ય કર્યું. આજે જ્યારે શિક્ષણજગતમાં પ્રવેશી ગયેલાં વ્યાપારીકરણ વચ્ચે આચાર્ય 'લાચાર્ય' સાબિત થઈ રહ્યા છે ત્યારે નિષ્ઠા અને સંકલ્પના બળે 'શિક્ષક કભી સામાન્ય નહી હોતા ' એ વિધાનને ચરિતાર્થ કરનાર શ્રી ભગવાનજીભાઇ ગાંધી મુલ્યોમાં અપ્રતિમ શ્રધ્ધા ધરાવે છે. એ પછી બીજા નાના ગામ નાની મજેઠીમાં દસ વર્ષ અને ૧૯૯૮થી પોતાની જન્મભુમિ વડગાસને જ ક